મોરબી પંથકમાથી સગીરનું અપહરણ કરનારા શખ્સની ધરપકડ: સગીરાને ગર્ભ હોવાનું સામે આવ્યું
મોરબી પી.જી.પટેલ કોલેજમાં જીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા યોજાઇ
SHARE
મોરબી પી.જી.પટેલ કોલેજમાં જીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા યોજાઇ
મોરબી જીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતુ જેમા પ્રાચીન ગરબા સ્પર્ધામા પ્રથમ મોરબી પી.જી.પટેલ કોલેજ, દ્વિતીય હળવદની તક્ષશિલા સ્કુલ અને તૃતીય વાંકાનેરની એલ.કે. સંઘવી ગર્લ્સ સ્કુલ વિજેતા બનેલ છે અને આગામી સમયમાં પી.જી.પટેલ કોલેજનું ગ્રૂપ રાજ્ય કક્ષાએ મોરબી જીલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જીલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી નિરતિબેન અંતાણી, કોલેજના આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટ હાજર રહયા હતા અને આ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને અને પ્રોફેસર હિતેન્દ્રસિહ જાડેજાને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઇ આદ્રોજાએ અભિનંદન પાઠવ્યા હતા