મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં વૈદિક શ્લોક-યજ્ઞ વિધિ દ્વારા તુલસી દિવસ ઉજવાયો


SHARE













મોરબીની નીલકંઠ સ્કૂલમાં વૈદિક શ્લોક-યજ્ઞ વિધિ દ્વારા તુલસી દિવસ ઉજવાયો

સમગ્ર વિશ્વ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સ્વીકારીને અનુસરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારતના નાગરિકોએ મોડર્ન દેખાવાની સ્પર્ધામાં વિદેશી સંસ્કૃતિનો સ્વીકાર કરતા થયા છે. ત્યારે વિદેશી સંસ્કૃતિમાંથી આઝાદી મેળવિને ભારતની પ્રાચીન સંસ્કૃતિના પુનરૂત્થાન અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કામ કરવાની જરૂર છે ત્યારે વિદ્યાર્થીઓ થકી સમાજને એક અનેરો સંદેશો આપવા ૨૫  ડિસેમ્બરને સોમવારના રોજ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા તુલસી પૂજનનું આયોજન કરેલ હતું ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તુલસીના છોડનું પૂજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ કરીને તુલસીની આરતી કરી હતી. આ તકે નીલકંઠ સ્કૂલ અને SK SAVE SOIL LLP કે જે ઓર્ગેનિક ખાતરનાં ઉત્પાદનકર્તા છે તેનાં સંયુક્ત ઉપક્રમે સેવ સોઈલ, સેવ લાઈવ્સના હેતુ ને સાર્થક કરવા વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિદ્યાર્થી રાસાયણિક ખાતરની જમીન પર થતી આડ અસર અને ઓર્ગેનિક ખાતરથી થતા ફાયદા બાબતે માહિતગાર બને તે હતો વધુમાં તુલસીના પૂજનના અનેક  ફાયદાઓ થાય છે જેવા કે, ખરાબ વિચારો દુર થાય છે, પોઝિટિવ ઊર્જાનો સંચાર થાય છે, સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, અનેક પાપો નષ્ટ થાય છે, ભય અને ક્રોધ દૂર થાય છે અને તુલસીનો છોડ ઔષધિ માટે પણ ઉપયોગી છે આવા અનેક ઉદેશ્યથી વિદ્યાર્થીઓએ સમાજ સુધી સારો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ કર્યો હતો. તેવું ત્યાના સંચાલક જીતુભાઈ વડસોલાએ માહિતી આપતા જણાવ્યુ છે






Latest News