મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાન


SHARE













મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાન

મોરબીમાં સામાજિક તંદુરસ્તીની ખેવના કરતા, મોરબીના કોમન મેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાનની ત્રીજા ચરણની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં તમાકુના ચૂંગાલમાંથી મુક્ત થવા અનેક વ્યક્તિઓ જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ સભ્યોએ સંતાનના સોગંદ લઈ તમાકુ મુક્ત થવાની પ્રતિજ્ઞા લીધી અને સંકલ્પ બંધ થયા હતા

કોમન મેન ફાઉન્ડેશનના આ વિશિષ્ટ અને કસોટી કારક અભિયાનમાં મોરબીના વિવિધ મેડિકલ શાખાના ડોક્ટરો અહીં જોડાયા છે. જેમણે વક્તવ્યો દ્વારા તમાકુના સેવનથી પેદા થતી જીવલેણ બીમારીઓ જેમકે કેન્સર વિશે સભ્યો અને શ્રોતાઓને વાકેફ કર્યા. તદ ઉપરાંત તમાકુ છોડવાથી થતી અતિ સામાન્ય અને મન ઘડંત આડ અસરો વિશે વિસ્તૃત છણાવટ કરી તમાકુ છોડવા પ્રેરિત કર્યા હતા આ મિટિંગમાં ફિઝિશિયન ડો. વિજય ગઢીયા, ડો. દીપક અઘારા, સાઇકીયાટ્રીક ડો. ધર્મેશ મણિયાર, ડો. દીપ ભાડજા, ડો. ભવ્ય ભાલોડીયા, ચેસ્ટ ફિઝિશિયન ડો. ભાવિન ગામી, ડેન્ટિસ્ટ ડો. વિપુલ કોટેચા વગેરે વક્તવ્ય આપ્યા, તદુપરાંત તમાકુ છોડવાથી કોઈ પણ માનસિક, શારીરિક આડઅસર થાય તો વિના મૂલ્ય સારવાર કરવાનું વચન આપ્યું હતું આ મીટીંગનું સંચાલન મોરબીની પી.જી. પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અને મોરબીના વધુને વધુ નગરજનો તમાકુના વ્યસનમાંથી મુક્ત થવા અને અન્યને મુક્ત કરાવવા આ અભિયાનમાં જોડાઈ તેવી અપીલ કોમન મેન ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે






Latest News