મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી ૧૮ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાં લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી ૧૮ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૧૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૦,૬૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી શહેરમાં ત્રાપર ચોકડી પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેની પાસે રહેલ કોથળાને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે કોથળામાંથી દારૂની ૧૮ બોટલો મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી ૨૦,૬૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી દિગ્વિજયસિંહ મહિપતસિંહ જાડેજા જાતે દરબાર (૩૯) રહે. હાલ લક્ષ્મીનારાયણ સોસાયટી ઓમ રેસીડેન્સી ફ્લેટ નંબર ૪૦૧ મોરબી મૂળ રહે. પ્રભુજી પીપળીયા તાલુકો કાલાવડ વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં હવે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બી.આર. ખટાણા તપાસ ચલાવી રહ્યા છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં વરસીંગભાઇ દેકાવડીયાની વાડી પાસે ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લીટર આથો મળી આવતા ૧૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો જો કે, આરોપી વરસીંગભાઇ મંગાભાઈ દેકાવાડિયા જાતે કોળી રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News