મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના માર્કેટયાર્ડમાં ઓફિસમાં ઘૂસીને યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો


SHARE













મોરબીના માર્કેટયાર્ડમાં ઓફિસમાં ઘૂસીને યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડમાં દુકાન ધરાવતા અને જમીનના પ્લોટિંગનું કામ કરતાં વેપારી સાથે ફોન ઉપર વાત ન થતાં ઓફિસે કામ કરતાં કર્મચારીના ફોનમાં ફોન કરીને ગાળો દેવામાં આવી હતી ત્યાર બાદ પાંચ શખ્સો ઓફિસે આવ્યા હતા અને ત્યારે યુવાનને ગાળો આપીને ઓફિસમાં ખુરશી, સાવરણી અને ઢીકાપાટુ વડે યુવાનને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડમાં દુકાન નંબર બી-૧૫ ધરાવતા ભરતભાઈ રૂપનાથભાઈ વાઘડીયાને ત્યાં કામ કરતા અને મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલ પાસે શિવપાર્કમા આવેલ ઉપાસના પેલેસ બ્લોક નં-૨૦૨ ખાતે રહેતા મિલનભાઈ પ્રાણજીવનભાઈ કકાસણીયા જાતે પટેલ (૩૩) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રોહિતભાઈ ભરવાડ અને ભોલુભાઈ જારીયા રહે.બંને મોરબી તેમજ અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સનાળા રોડ ઉપર આવેલ ભરતભાઈની ઓફિસે તે કામ કરે છે અને ભરતભાઇ હાજર ન હતા તેમજ તેઓની સાથે આરોપી રોહિત ભરવાડને કોઈ બાબતે ફોન ઉપર વાતચીત થતી ન હોય જેથી કરીને ફરિયાદીના ફોન નંબર ઉપર તેણે ફોન કરીને ગાળો આપી હતી ત્યારબાદ પાંચ શખ્સો તેની ઓફિસે આવ્યા હતા અને ત્યાં ગાળો બોલીને ફરિયાદીને ખુરશી, સાવરણી અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

મોરબીમાં આવેલ ઘંટીયા પા શેરી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ થઈ હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર લેતા દિનેશભાઈ ચત્રભુજભાઈ કારીયા જાતે લોહાણા (ઉમર ૫૮) રહે. ઘંટીયાપા શેરી મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી ૪૮૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી.






Latest News