મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી ૧૮ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ


SHARE









મોરબીમાં લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી ૧૮ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૧૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૦,૬૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેની પાસે રહેલ કોથળાને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે કોથળામાંથી દારૂની ૧૮ બોટલો મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી ૨૦,૬૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી દિગ્વિજયસિંહ મહિપતસિંહ જાડેજા જાતે દરબાર (૩૯) રહે. હાલ લક્ષ્મીનારાયણ સોસાયટી ઓમ રેસીડેન્સી ફ્લેટ નંબર ૪૦૧ મોરબી મૂળ રહે. પ્રભુજી પીપળીયા તાલુકો કાલાવડ વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં હવે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બી.આર. ખટાણા તપાસ ચલાવી રહ્યા છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં વરસીંગભાઇ દેકાવડીયાની વાડી પાસે ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લીટર આથો મળી આવતા ૧૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો જો કે, આરોપી વરસીંગભાઇ મંગાભાઈ દેકાવાડિયા જાતે કોળી રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News