મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાટીયા પાસે ઓફિસમાં દારૂની ૩૦ બોટલ સાથે એકની ધરપકડ


SHARE













મોરબીના ટીંબડી પાટીયા પાસે ઓફિસમાં દારૂની ૩૦ બોટલ સાથે એકની ધરપકડ

મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૩૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૭,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી ટિંબડી ગામના પાટીયા પાસે શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દારૂનો જથ્થો હોવા અંગેની મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારૂની કરી હતી ત્યારે ઓફિસમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ મળીને ૩૦ બોટલો મળી આવતા પોલીસે ૧૭,૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કિર્તીભાઈ કનુભાઈ વરાળીયા જાતે વાણીયા (૨૪) રહે. જૂની પીપડી ૮- એ નેશનલ હાઇવે ટિંબડી ગામના પાટીયા સામે શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં મૂળ રહે, હડદડ  રામજી મંદિર પાસે તાલુકો જીલ્લો બોટાદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હવે તાલુકા પોલીસી દ્વારા આગળની તપાસ કરવી શરૂ કરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ ખોડીયાર ભરડીયા નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર સંજય નરસીભાઈ કામાણી (૨૮) અને ભરત પોપટભાઇ લધાણી (૨૦)ને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે સંજય કામાણી અને ભરત લુધાણી બને ધ્રોલ ખાતેથી મોરબીના રવાપર ગામે મહેમાનગતિ માટે આવ્યા હતા અને અહીં મિત્ર સાથે બોલાચાલિ થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંનેને ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News