મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે આધેડનું અપહરણ કરીને ચાર શખ્સોએ દોરડા વડે બાંધીને માર માર્યો


SHARE









હળવદના રણમલપુર ગામે આધેડનું અપહરણ કરીને ચાર શખ્સોએ દોરડા વડે બાંધીને માર માર્યો

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા આધેડ ઉપર ખોટો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે બાબતે તકરાર ચાલી રહી હતી દરમિયાન ચાર શખ્સો દ્વારા આધેડનું કારમાં અપહરણ કરવામાં આવી હતું અને ગામના સીમમાં આવેલ ક્રિકેટના ગ્રાઉન્ડ ખાતે લઈ જઈને ત્યાં મફલર અને દોરડા વડે આધેડના પગ બાંધીને હોકી, ધોકા અને છરી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા આધેડે સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા વાસુદેવભાઈ નાગરભાઈ વરમોરા જાતે પટેલ (૫૦)એ હાલમાં રાજેશભાઈ જગદીશભાઈ, મેહુલ રાજેશભાઈ પારેજીયા, અતુલ રાજેશભાઈ પારેજીયા અને દીપ દિનેશભાઈ પારેજીયા રહે બધા રણમલપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, છેલ્લા ત્રણેક દિવસથી તેમના ગામે રહેતા ગીતાબેન રાજેશભાઈ સાથે તેનું ફરિયાદી નામ લે છે તેઓ ખોટો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેની તકરાર ચાલતી હતી તેનો ખાર રાખીને રાજેશભાઈ જગદીશભાઈ પારેજીયાએ ફરિયાદીને પાછળથી પાટુ મારીને ગાડીમાં નાખી દીધો હતો અને ત્યારબાદ ગાડીનો દરવાજો બંધ કરીને તેનું અપહરણ કરીને રણમલપુર ગામની ધનેરી સીમમાં ક્રિકેટના મેદાન ખાતે લઈ ગયા હતા ત્યાં તેને રાજેશભાઈ, મેહુલ, અતુલ અને દીપ દ્વારા મફલર અને દોરડા વડે બાંધીને હોકી, ધોકા તેમજ છરી વડે માર મારીને ઇજાઓ કરવામાં આવી હતી જેથી કરીને ફરિયાદીને બંને હાથ અને બંને પગમાં ફેકચર જેવી ઈજાઓ થતા તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News