મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાના ગૌરવ શાળી ઇતિહાસના ૧૩૮ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે તા ૨૮/૧૨ ના રોજ ૧૩૯ માં વર્ષ નિમિતે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને સવારે ૧૦ વાગ્યે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાયુ હતુ આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા, શહેર સમિતિના હોદેદારો, જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો, ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો, દરેક ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના હોદેદારો, વરિષ્ઠ આગેવાનો તથા સર્વ કોંગ્રેસ કાર્યકરોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા કોંગ્રેસના હોદેદારો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ હતુ અને આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબીયા, મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, મોરબી જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ ભાવિકભાઈ મુછડીયા, લલીતભાઈ કાસુન્દ્રા, કે.ડી. બાબરવા રમેશભાઈ રબારી, ચેતનભાઇ એરવાડિયા, દિલીપભાઈ સરડવા, ટીનાભાઇ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા






Latest News