મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

હાશ !: મોરબી જીલ્લા પંચાયતમાં જુદીજુદી ૬ સમિતિઓની રચના કરાઈ, વિકાસકામો મંજૂર


SHARE













હાશ !: મોરબી જીલ્લા પંચાયતમાં જુદીજુદી ૬ સમિતિઓની રચના કરાઈ, વિકાસકામો મંજૂર

મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જુદીજુદી ગ્રાન્ટ અને સ્વભંડોળમાંથી કરવાના વિકાસકામોને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂર આપવામાં આવી હતી ત્યાર બાદ મોરબી જિલ્લા પંચાયતની જુદીજુદી સમિતિઓની રચના કરવામાં આવી ન હતી જે ૬ સમિતિઓની રચના કરવામાં આવી હતી

મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભાખંડમાં ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, જિલ્લા પાંચયતની કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા સહિતના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા જો કે, ત્રણેક સભ્યોના આ સભામાં રજા રિપોર્ટ મૂકવામાં આવ્યા હતા અને આ બેઠકમાં જુદીજુદી ગ્રાન્ટ અને સ્વભંડોળમાંથી કરવાના વિકાસકામોને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂર આપવામાં આવી હતી

ત્યાર બાદ જુદીજુદી ૬ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં જીલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચાવડા કમળાબેન અશોકભાઈ, કો.ઓપ્ટ સભ્ય તરીકે ઠારેસા વિશાલ ભુપતભાઈ, નારાયણભાઈ જેઠાભાઈ સોલંકી, વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા તેમજ સભ્ય તરીકે હીરાભાઈ જીવણભાઈ ટમારીયાને લેવામાં આવેલ છે તો બાંધકામ સમિતિમાં મેરાભાઈ કરમશીભાઈ વિઠલાપરા, જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા અને લીલાબેન રવજીભાઈ પરમારને લેવામાં આવ્યા છે આવી જ રીતે ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિમાં અજય મનસુખભાઈ લોરિયા, ઝાહિર અબ્બાસ યુસુફભાઈ શેરશીયા અને ચંદુભાઈ છગનભાઈ શિહોરાનો સમાવેશ કરેલ છે

જયારે શિક્ષણ સમિતિમાં કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ, ઝાહિર અબ્બાસ યુસુફ શેરશીયા, મેરાભાઈ કરમશીભાઈ વિઠલાપરા, અજય મનસુખભાઈ લોરિયા તેમજ કો.ઓપ્ટ સભ્ય તરીકે બલભદ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને જેસંગભાઈ મુળુભાઈ હુંબલને લેવામાં આવેલ છે અને જાહેર આરોગ્ય સમિતિમાં ડાંગરોચા સરોજબેન વાઘજીભાઈ, કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ અને પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ સોનગ્રા તેમજ મહિલા બાળ અને વિકાસ સમિતિમાં લીલાબેન રવજીભાઈ પરમાર, જયંતીલાલ દામજીભાઈ પડસુંબીયા અને અસ્મીતાબેન કિશોરભાઈ ચીખલીયા અને અપીલ સમિતિમાં હંસાબેન જેઠાભાઈ પારેઘી, હીરાલાલ જીવણભાઈ ટમારીયા અને અસ્મીતાબેન કિશોરભાઈ ચીખલીયાનો સમાવેશ કરેલ છે હવે આગામી સમયમાં આ સમિતિઓની બેઠક મળશે ત્યારે તેમાં ચેરમેનની વરણી કરવામાં આવશે






Latest News