મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘૂટું રોડે જાહેરમાં જુગાર રમતા બે શખ્સ ૪૨૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE













મોરબીના જૂના ઘૂટું રોડે જાહેરમાં જુગાર રમતા બે શખ્સ ૪૨૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકાના ઘૂટું રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાની સામેથી નીકળતી નદી પાસે મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૪૨૦૦ ની રોકડ કબજે કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાના સામે નદીના કાંઠે આવેલ મંદિર પાસે બાવળની જાળીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા જાતે રાવળદેવ (૪૮) રહે. સનાળા બાયપાસ આનંદનગર ડાયાભાઈની દુકાન પાસે મોરબી તથા રોહિતસિંહ બળવંતસિંહ જાડેજા જાતે દરબાર (૨૯) રહે. યોગીનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીના બાઇપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેથી પસાર થતી સેંટ્રો કાર નંબર જીજે ૧ એચએમ ૩૧૦૩ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાં બેઠેલા શખ્સો પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને ૩૦૦ ની દારૂની બોટલ અને એક લાખની કાર આમ કુલ મળીને ૧૦૦૩૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રાહુલભાઈ વાછાભાઈ ગમારા જાતે ભરવાડ (૨૪) અને રોહિતભાઈ બચુભાઈ ડાંગર જાતે બોરીચા આહીર (૨૨) રહે. બંને લતીપર તાલુકો ધ્રોલ વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News