મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા પગ કપાઈ જવાથી યુવાનનું મોત


SHARE









માળીયા (મી)ના સરવડ પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા પગ કપાઈ જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસે બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને કપાળ, આંખ તેમજ હાથે પગે ગંભીર ઇજા થઈ હતી તેમજ ડાબો પગ કપાઈ ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં મૃતક યુવાનના કાકાએ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરામાં રહેતા દાનાભાઈ જસાભાઈ ટોયટા જાતે ભરવાડ (૪૫)એ હાલમાં માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૭ યુયુ ૩૨૩૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓનો ભત્રીજો રમેશભાઈ ભલાભાઇ ટોયેટા જાતે ભરવાડ (૩૨) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એન ૨૩૭૫ લઈને માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં રમેશભાઈને કપાળ, આંખ, જમણા હાથ અને જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી અને ડાબો પગ કપાઈ જતા રમેશભાઈનું મોત નીપજ્યું હતું તેમજ ટ્રકમાં ડ્રાઇવરની સાથે બેઠેલા અન્ય વ્યક્તિઓને પણ નાના મોટી ઈજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાના હવાલા વાળો વાહન મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના વીસીપરા મેઈન રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક નાની બોટલ મળી આવતા પોલીસે ૧૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી મુકેશભાઈ દિલીપભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (૨૭) રહે વેજીટેબલ રોડ ભીમસર ગંજીવાડામાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News