મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના રાણીબા કેસમાં અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ


SHARE













મોરબીના રાણીબા કેસમાં અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી હતી અને તે આરોપીના રીમાન્ડ પૂરા થયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે દરમ્યાન વધુ એક આરોપીની અમદાવાદથી ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત કુલ મળીને ૧૨ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે સમયાંતરે અત્યાર સુધીમાં પોલીસે કુલ મળીને સાત આરોપીને પકડ્યા છે જે પૈકીનાં એક આરોપીના જામીન મંજૂર થઈ ગયા છે જો કે, આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરાઓમ હિતેન્દ્રભાઈ સીતાપરારાજ અજયભાઈ પડસારાપરિક્ષિત સુધીરભાઈ ભગલાણીક્રિશ જયંતિભાઈ મેરજા અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલાની જામીન અરજીને મોરબી જિલ્લાની સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી જેથી તે ૬ આરોપી હાલમાં મોરબીની જેલમાં છે તેવામાં એલસીબીની ટીમે આ ગુનામાં આરોપી જેનીથ ઉર્ફે જેનિયો નરેન્દ્રભાઈ ભીમાણી જાતે પટેલ (૨૦) રહે. મૂળ. ભાવપર તાલુકો માળીયા હાલ રહે. આસ્થા એપાર્ટમેંટ નરસંગ ટેકરી રવાપર રોડ વાળો અમદાવાદમા શસ્ત્રીનગર અવની એપાર્ટમેંટ નજીકથી આરોપીને પકડીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ હતો જેનો તપાસનીસ અધિકારી દ્વારા કબ્જો કાઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે






Latest News