મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં અનેક વખત દારૂના ગુન્હાઓમા પકડાયેલ રૂષીરાજસિંહ જાડેજાને પાસા તળે પોરબંદર જેલ હવાલે કરાયો


SHARE









મોરબીમાં અનેક વખત દારૂના ગુન્હાઓમા પકડાયેલ રૂષીરાજસિંહ જાડેજાને પાસા તળે પોરબંદર જેલ હવાલે કરાયો

મોરબીમાં અનેક વખત વિદેશી દારૂના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ઈસમની મુકાયેલ પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેકટર) દ્વારા મંજૂર કરવામાં આવતા હાલ આરોપી બુટલેગરને પકડીને પોરબંદર જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી સાહેબ તેમજ નાયબ પોલીસવડા પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક વીસ્તારમાં અવાર નવાર ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમ રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા દરબાર (૨૮) રહે.મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટી હાલ રહે.મોરબી શકત શનાળા નીતીનનગર વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ હતી જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર જી.ટી.પંડયાએ પાસા પ્રપોઝલ મંજુર કરીને પાસા વોરંટ ઇસ્યુ કરેલ હતુ.જે અનવયે મજકુર ઇસમની અટકાયત કરીને પાસા વોરંટની બજવણી કરી હાલ તેને જાપ્તા સાથે પોરબંદર જેલ હવાલે કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે પાડાપુલની નીચે આવેલ બેઠા પુલ ઉપરથી બાઈક લઈને જઈ રહેલ વિજય ગંગારામભાઈ સારેસા (૨૫) રહે.લજાઇ તાલુકો ટંકારા વાળાને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ તપાસ કરી હતી જેમાં ખુલ્યું હતું કે વિજય સારેસા બાઈક લઈને બેઠા પુલ ઉપરથી જતો હતો ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેના બાઈક સાથે વાહન અથડાવતા સર્જાયેલા અકસ્માતમાં તેને ઇજા પહોંચતા સારવારમાં લઈ જવાયો હતો.

સરવડ અકસ્માતમાં ઇજા

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા અર્જુનભાઈ પ્રભાતભાઈ રાવજી (ઉમર ૩૨) રહે.ગોધરા વાળાને ૧૦૮ વડે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બાબતે વધુ તપાસ માટે માળીયા પોલીસમાં જાણ કરી હતી.




Latest News