મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

થર્ટી ફસ્ટની પૂર્વે ડીવાયએસપીની હાજરીમાં મોરબીમાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગ, મુખ્યમાર્ગોના દબાણો યથાવત


SHARE









થર્ટી ફસ્ટની પૂર્વે ડીવાયએસપીની હાજરીમાં મોરબીમાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગ, મુખ્યમાર્ગોના દબાણો યથાવત


છેલ્લા દિવસોમાં મોરબી જીલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પોલીસની જુદીજુદી ટીમો દ્વારા પકડવામાં આવ્યો છે તેમ છતાં પણ યેન કેન પ્રકારે બુટલેગરો દ્વારા પ્યાસીઓ સુધી માલ પહોચાડવા માટેની વ્યવસ્થા કરી જ લેવામાં આવી છે તેવા સમયે થર્ટી ફસ્ટ પૂર્વે ડીવાયએસપી પી.એ. ઝાલાની હાજરીમાં મોરબીમાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું જેમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝનના પોલીસ અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા ૩૧મી ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લા દિવસ સુધી આ પ્રકારની ઝુંબેશ ચાલુ જ રાખવામા આવશે અને કોઈ કાયદાનો ભંગ ન કરે તેના માટે ફાર્મ હાઉસ સહિતના સ્થળોને ચેક કરવામા આવશે તેમજ જીલ્લામા દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના જવાબદાર અધિકારી  દ્વારા પાતેપાતાના વિસ્તારમાં ચેકિંગ કરાશે તેમજ ૬ ચેક પોસ્ટ બનાવીને સઘન વાહન ચેકીંગ કરવામાં આવશે.

જોકે મોરબીના નગર દરવાજા ચોક, શાક માર્કેટ ચોક, નવા બસ સ્ટેશન, જુના બસ સ્ટેશન સહિતના મુખ્ય માર્ગો ઉપર આડેધડ વાહન પાર્કિંગ પણ ન થઈ શકે તે રીતે જે દબાણો ખડકાયેલા છે તે દબાણોની સામે આંખ આડા કાન કરીને યથાવત રાખવામાં આવ્યા હતા..! (કારણ શું હશે તે સૌ કોઇ જાણે છે કહેવાની જરૂર નથી.)  જે બાબત નાગરિકો અને વેપારીઓમાં પણ ચર્ચાનો વિષય બની રહી છે.




Latest News