મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલથી બે દિવસ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન


SHARE













મોરબીમાં કાલથી બે દિવસ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબીમાં શનિ અને રવિવારે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ બે દિવસમાં સરકારની વિવિધ યોજનાનો લોકોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે

મોરબીમાં લોકોની રજૂઆતો અને અરજીઓનો સ્થળ પર જ ઉકેલ આવે તેના માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ મોરબીમાં તા ૩૦ અને ૩૧ ના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તા ૩૦ ને શનિવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ સુધી વોર્ડ નં- ૮ થી ૧૩ સુધીના લોકો માટે મોરબીના શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ, એ.કે. કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. અને તા ૩૧ ને રવિવારના રોજ વોર્ડ નં-૧ થી ૭ ના લોકો માટે સવારે ૯ થી સાંજે ૫ સુધી મોરબીના મણીમંદિર પાછળ આવેલી તાલુકા શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં આવનાર અરજદારે પાસપોર્ટ સાઈઝના બે ફોટા, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડની નકલ લઈને આવવાના છે આ કાર્યક્રમમાં અરજી બપોરે બે વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. 






Latest News