મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્ય ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી


SHARE









મોરબીમાં મુખ્ય ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તેમ છે.

જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી. પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી અને ભક્તિનગરથી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૩૧/૧/૨૪ સુધી સવારના કલાક-૮:૦૦ થી રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે  છે આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.




Latest News