મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે બે સગા ભાઈઓના ઘરમાં ૬.૧૪ લાખના મુદામાલની ચોરી: ૬ દિવસ બાદ ગુનો નોંધાયો !


SHARE









મોરબીના ખાખરાળા ગામે બે સગા ભાઈઓના ઘરમાં ૬.૧૪ લાખના મુદામાલની ચોરી: ૬ દિવસ બાદ ગુનો નોંધાયો !

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે રહેતા બે સગા ભાઈઓના ઘરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેઓના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળીને લાખો રૂપિયાના મુદ્દા માલની ચોરી કરવામાં આવી હતી જેની ગામમાં થતી ચર્ચા મુજબ અંદાજે ૧૫ લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની બંને ભાઈઓના ઘરમાંથી ચોરી થયેલ હતી જો કે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવ સંદર્ભે ચોરીની ફરિયાદ નોંધાયેલ છે જેમાં બંને ભાઈઓના ઘરમાંથી ૪,૬૧,૦૦૦ રોકડા તથા સોના અને ચાંદીના દાગીના મળીને કુલ ૬,૧૪,૫૦૦ ની કિંમતના મુદ્દા માલની ચોરી થઈ હોવા અંગેની અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાયેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે રહેતા રહીમભાઈ અલીભાઈ સુમરા જાતે સંધિ (૩૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના રહેણાંક મકાનમાં તેમજ તેની બાજુમાં રહેતા તેના ભાઈ મુસ્તાકભાઈ અલીભાઈ સુમરાના રહેણાંક મકાનને અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે અને તે બંનેના ઘરમાંથી ૪,૬૧,૦૦૦ રોકડા તેમજ સોના ચાંદીના અલગ અલગ દાગીના ૧,૫૩,૫૦૦ આમ કુલ મળીને ૬,૧૪,૫૦૦ ના મુદ્દામાલની ઘરમાંથી ચોરી થયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ચોરીનો આ બનાવ ગત તા. ૨૪/૧૨/૨૦૨૩ ના રોજ સવારે સાત વાગ્યાથી લઈને બપોરના સાડા ચાર દરમ્યાન ધોળા દિવસે બન્યો હતો અને ફરિયાદી તથા તેના ભાઈ મોરબીમાં રહેતા તેના મામાના દીકરાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી મોરબી આવ્યા હતા અને તેઓનું ઘર બંધ હતું દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી અને તેના ભાઈના ઘરમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે હાલમાં ફરિયાદ નોંધાઈ ગયેલ છે જો કે, ગામમાં લોકોમાં થતી ચર્ચા મુજબ રહીમભાઈ અને તેના ભાઈના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળીને અંદાજે ૧૫ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જોકે, પોલીસ ચોપડે ૬,૧૪,૫૦૦ ની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે આ ગુનામાં ચોર પકડાય ત્યારે જ ચોરીના સાચા આંકડાની હક્કિત સામે આવશે તેવું કહીએ તો તેમાં શંકાને કોઈ સ્થાન નથ




Latest News