મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

હળવદમાં ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક આશાસ્પદ યુવાનનું મોત: એક સારવારમાં


SHARE









હળવદમાં ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક આશાસ્પદ યુવાનનું મોત: એક સારવારમાં

હળવદની મોરબી ચોકડી પાસે ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં એક યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું જ્યારે બીજા યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવમાં મૃતક યુવાનના પિતા દ્વારા ટ્રક ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ગિરનારીનગરમાં રહેતા અને લુહારી કામ કરતા હિતેશભાઈ મનસુખભાઈ પઢાર જાતે લુહાર (૩૭)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૧૨ એટી ૭૭૭૭ ના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદની મોરબી ચોકડી પાસેથી તેમનો દીકરો નીરવ (૧૮) અને તેનો મિત્ર ક્રિશ સુરેશભાઇ ચૌહાણ બને બાઈક નંબર જીજે ૩૬ એએચ ૭૧૫૮ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી ટ્રક ચાલકે તે ડબલ સાવરી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના દીકરાને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ક્રિશ ને બંને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે




Latest News