મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને કેનાલ મારફતે સિંચાઈની સુવિધાનો લાભ આપવાની માંગ


SHARE













મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને કેનાલ મારફતે સિંચાઈની સુવિધાનો લાભ આપવાની માંગ

મોરબી તાલુકાનાં આમરણ ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈની સુવિધા આપવા માટે હાલમાં સામાજિક કાર્યકર દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ શ્રી હરી પાર્ક સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકાનાં આમરણ ગ્રામ્ય વિસ્તારનાં ખેડુતો આર્થિક રીતે ખેતી આધારીત જીવન જીવે છે. અને વર્ષે એક જ વખત વરસાદ આધારીત ખેતી દ્વારા આવક મેળવે છે જેથી કરીને આ ખેડૂતો સિંચાઈ સુવિધાથી વંચિત હોય આ વિસ્તારમાંથી ખેડૂતો સહિતના લોકો શહેરો તરફ પલાયન ન કરે તે માટે મોરબીના આમરણ ચોવીસીના ગ્રામ્ય વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ મળે તેના માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો ત્યાં સીંચાઈનું સુવિધા મળી રહે તો ખેડુતો અને ગ્રામ્ય વિસ્તાર બંને  સમૃદ્ધ રહેશે વધુમાં જણાવ્યુ છે કે, માળીયા નર્મદાની મેઈન કેનાલ છે જે આમરણ વિસ્તારને ભૌગોલીક રીતે નજીક છે તો આમરણ ગ્રામ્યને માઈનોર નર્મદા કેનાલથી સીંચાઈનું પાણી આપવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે






Latest News