મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલમાં સૂર્ય નમસ્કાર-ફાયર સેફ્ટીનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલમાં સૂર્ય નમસ્કાર-ફાયર સેફ્ટીનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ દોશી એમ.એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલ ખાતે સમૂહ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ૨૦૦ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા. અને સૂર્ય નમસ્કાર બાદ શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણી તથા સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં યોગ શિક્ષક નરેશભાઈ ગઢિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કારથી થતા લાભા લાભ તેમજ તેનું મહત્વ સમજાવવામાં આવેલ હતું આ સાથે જ શાળામાં આપત્તિ અને વ્યવસ્થાપન અંગે જાગૃતતા કેળવવા શાળાના સમગ્ર સ્ટાફ તથા શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણી દ્વારા ફાયર સેફ્ટી અંગેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં આગ લાગે ત્યારે તેને કાબુમાં લેવા અને વ્યક્તિની બચાવ કામગીરી કેવી રીતે કરવી ? અગ્નિ શામકોનો ઉપયોગ કેવી રીતે કરવો ? તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું






Latest News