મોરબી શહેરમાં બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ ન થાય તો પાલિકાને તાળાબંધી કરવા સામાજિક કાર્યકરોની ચીમકી
વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં શોર્ટ લગતા સારવારમાં લઈ જવાયેલા યુવાનનું મોત
SHARE
વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં શોર્ટ લગતા સારવારમાં લઈ જવાયેલા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ કારખાનાની અંદર કામગીરી દરમિયાન યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ વેન્ટો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની અંદર કામગીરી દરમિયાન પ્રકાશકુમાર નોષાદ (ઉંમર ૨૨) નામના યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજયુ હતું ત્યાર બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
આધેડનું મોત
ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા રાજેશભાઈ કરસનભાઈ સાકરીયા (ઉંમર ૫૦) ને ઉધરસ આવતાં બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેને બેભાન અવસ્થામાં રાજકોટ ખાતે સારવાર માટે લઈને ગયા હતા ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા માટે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે