મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી-જાંબુડિયા ગામનો નવી જીઆઇડીસી સામે વિરોધ: પ્રદુષણ ફેલાવાની દહેશત


SHARE













મોરબીના પાનેલી-જાંબુડિયા ગામનો નવી જીઆઇડીસી સામે વિરોધ: પ્રદુષણ ફેલાવાની દહેશત

મોરબીના પાનેલી ગામ નજીક સરકાર દ્વારા નવી જીઆઇડીસી બનાવવાની જાહેરત કરવામાં આવી છે જો કે, પાનેલી અને જાબુડિયા ગામે નવી જીઆઇડીસી સામે વિરોધ નોંધાવ્યો છે. અને તેના માટે બંને ગ્રામ પંચાયતે રાજ્યના મહેસુલ મંત્રીને રજુઆત કરી પણ કરી છે અને હાલમાં ઘણા કારખાનાઓનું પ્રદુષણ છે તેવામાં નવી જીઆઇડીસી બનશે તો પ્રદુષણ વધશે તેવી દહેશત વ્યક્ત કરી છે.

મોરબીના પાનેલી ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલે રાજ્યના મહેસુલ મંત્રીને લેખિત રજુઆત કરી છે કે, મોરબી જિલ્લા વહીવટી તંત્રએ પાનેલી-જાંબુડિયા ગામને જાણ કર્યા વગર કે મંજૂરી વગર પાનેલી અને જાંબુડિયા વચ્ચે ખરાબામાં જમીન ફાળવી તે જમીનમાં હાલ નવી જીઆઇડીસી બનાવવામાં આવી રહી છે. અને જીઆઇડીસીના પ્રાદેશિક મેનેજરે આ બન્ને ગ્રામ પંચાયતની ઉપરવટ જઈને આગોતરો હુકમ કરી તમામ શરતોનું પાલન કર્યું નથી. જેમાં વોટર બોડીના નીતિ નિયમોનો સરેઆમ ઉલાળીયો કરવામાં આવેલ છે આટલું જ નહીં તળાવમાં આવતા વરસાદી પાણીના વોકળા અને વહેણ બંધ કરી દેવામાં આવેલ છે તેમજ ગુગળ, બાવળ, ગોરળને કાપી નાખીને પર્યાવરણને નુકશાન કરાયું છે

વધુમાં સરપંચે જણાવ્યુ છે કે, પાનેલી અને જાંબુડિયા વચ્ચે સર્વે નંબર ૧૪૦ અને ૧૪૬ ની જમીનમાં નવી જીઆઇડીસી બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું નથી જો કે, હજુ બાંધકામ થયું નથી. અહિયાં જીઆઇડીસી માટે એક વર્ષ પહેલા સર્વે કરાયો હતો અને હાલમાં તંત્રએ આખે આખી જગ્યા લઈ લીધી છે અને જૂના નકશામાં રહેલા સિમ માર્ગ, મોરબીનો રોડ વાયા જાંબુડિયા રોડ અને ત્રણ ખાનગી સર્વે નંબર નવી માપણી સીટમાં દર્શાવ્યા જ નહીં ! અને ૧૯૯૩ નું જૂનું ગામ તળ જીઆઇડીસીમાં લઇ લીધું છે ?હાલમાં કારખાનાનું પ્રદૂષણ છે તેવામાં જો જીઆઇડીસી કાર્યરત કરવામાં આવશે તો આગામી દિવસોમાં પ્રદૂષણ હજુ વધશે તેવી દહેશત વ્યક્ત કરી છે જેથી બન્ને ગામના ૨૦૦૦૦ જેટલા લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેમ છે જેથી હાલમાં મહેસુલ મંત્રી સુધી આ મુદે રજૂઆત કરવામાં આવી છે






Latest News