મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોંઘવારી મુદે મોરબીમાં આમ આદમી પાર્ટીએ કર્યું સરકાર સામે વિરોધ પ્રદર્શન


SHARE









મોંઘવારી મુદે મોરબીમાં આમ આદમી પાર્ટીએ કર્યું સરકાર સામે વિરોધ પ્રદર્શન

તાજેતરમાં જુદાજુદા રાજ્યની વિધાનસભનું ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રાજસ્થાનમાં ભાજપની સરકાર આવેલ છે અને ત્યાં મતદારોને રિજવવા માટે ઘણી રાહત આપવામાં આવી હતી જેને ધ્યાને રાખીને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા બુધવારે મોરબીમાં ગાંધીચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાર બાદ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીની લોકહિતની યોજનાઓને રેવડી કહીને મજાક ઊડાવવા વાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે ઘણી રાહતો આપી છે. જો કે, છેલ્લા ૩૦ વર્ષથી ભાજપ ગુજરાતમાં સતા ઉપર છે અને અહીના મતદારો ખોબલેને ખોબલે મત આપે છે ત્યારે ગુજરાતના લોકોને કેમ મોંઘવારીના નામે લુંટવામાં આવી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે આ તકે ગુજરાતનાં લોકોને પણ ૪૫૦ રૂપિયામાં ગેસનો બાટલો આપવામાં આવે, દરેક મહિલાઓને ૩૦૦૦ સન્માન રાશી આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા સહિતના આમ આદમી પાર્ટીના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા




Latest News