મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના નકલી ટોલનાકાના ગુનામાં પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE













મોરબી જીલ્લાના નકલી ટોલનાકાના ગુનામાં પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ હતી અને તે આરોપીને રિમાન્ડ કોર્ટમાંથી મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીઓના કોર્ટમાંથી તા ૩ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં મુખ્ય સૂત્રધારા સહિતના આરોપીઓને પકડવાના બાકી છે જેથી તેને પકડવા માટે પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

આરોપી પકડાયો
મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડના જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને બાતમી મળી હતી કે, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી સીદીક ઈસ્માઈલ ચાનિયા રહે. વાઘપરા શેરી નં-૧૨ વાળો રવાપર ઘુનડા રોડ પર ઈમાનપીર દરગાહ પાસે છે જેથી કરીને પોલીસે ત્યાં જઈને આરોપી સીદીક ઈસ્માઈલ ચાનીયા (૫૩) ની ધરપકડ કરી હતી અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે






Latest News