મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી) કોર્ટમાં ચાલી ગયેલા દારૂ-બીયરના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE













માળીયા (મી) કોર્ટમાં ચાલી ગયેલા દારૂ-બીયરના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો

માળીયા (મી.)ની કોર્ટમાં દારૂ બિયરનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને હાલમાં કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા માટે આદેશ કરેલ છે

બનાવની ટુંકમાં વિગત એવી છે કે માળીયા (મી.) તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૨૧/૧/૨૩ ના રોજ ફરીયાદી નીરવભાઈ માવજીભાઈ મકવાણાએ આરોપીઓ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ પટેલ અને પોપટભાઈ ઉર્ફે રમેશભાઈ બાબુભાઈ નળમળ ની સામે દારૂના જથ્થાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં આરોપીઓએ એક બીજા મળીને ટાટા ટ્રક ગાડીમાં ઈંગ્લીશ બીયર દારૂનો જથ્થો ભરીને ગાડીના માલિકે  ગાડીમાં  મોકલાવ્યો હતો અને પકડાયેલા બંને આરોપીઓ પોતાના હવાલા વાળી ગાડી ટાટા ટ્રક નંબર એમએચ ૦૪ જીસી ૧૭૨૪ વાળી માં પુઠાના સ્કેપની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી લાવી પુઠાના સ્કેપના ઈવે બીલ તથા ઈન્વોઈલ બીલ બનાવી રજૂ કરી ખોટા બીલ હોવાનુ જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને રાજય સેવકને ગેરમાર્ગે દોરી ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ બીયરનો જથ્થો પર પ્રાંતમાંથી આયાત કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની ૯,૫૦,૪૦૦ ની બોટલો તેમજ બીયર ટીન નંગ ૪૩૨૦ જેની કીમત ૪,૩૨,૦૦૦ આમ કુલ મળીને ૧૩,૮૨,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીઓની પરપકડ કરી હતી ત્યારબાદ તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા માળીયા ની કોર્ટમાં જજ એ.કે. સીંધ સાહેબ સમક્ષ કેસ ચાલી જતા આરોપીઓ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ પટેલ અને પોપટભાઈ ઉર્ફે રમેશભાઈ બાબુભાઈ નળમળને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપીના વકીલ તરીકે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા દિપક પી. ઓઝા (એડવોકેટ) રોકાયેલા હતા






Latest News