મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘૂટું રોડ-મહેન્દ્રનગર ગામે જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા


SHARE













મોરબીમાં ઘૂટું રોડ-મહેન્દ્રનગર ગામે જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીએનજી પંપથી આગળના ભાગમાં તથા મહેન્દ્રનગર ગામના ઝાપા પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ જુદા જુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીએનજી પંપથી આગળ રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે ૧૨૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વિનોદભાઈ વાલજીભાઈ મકવાણા જાતે લુહાર (૫૭) રહે. હાઉસિંગ બોર્ડ ઋષિકેશ વિદ્યાલય પાછળ મોરબી અને સંજયભાઈ મોહનભાઈ નંદેસરીયા જાતે કોળી (૩૩) રહે. ઇન્દિરાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી. આવી જ રીતે મોરબીના મહેન્દ્રનગર ગામના ઝાપા પાસે જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે ૯૮૦ ની કિંમતની રોકડ કબજે કરીને આરોપી અરવિંદભાઈ ખોડાભાઈ ધામેચા જાતે કોળી (૩૦) રહે. મહેન્દ્રનગર મોરબી તેમજ હીરાભાઈ બચુભાઈ ધામેચા જાતે કોળી (૩૨) રહે. મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ જુદા-જુદા બે ગુના નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News