મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે માજી મંત્રી, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના લીલાપર ગામે માજી મંત્રી, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના લીલાપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના હાજર રહ્યા હતા અને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓથી ગ્રામજનોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ૧૭ જેટલી યોજનાનો લાભ અને આ યોજનાઓનો મેળવવા અંગે યોજનાકીય માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી ત્યારે પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે લીલાપર ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અને અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.






Latest News