મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

ટંકારાના વીરવાવ ગામે ઘરમાંથી ૮૩ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ


SHARE













ટંકારાના વીરવાવ ગામે ઘરમાંથી ૮૩ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ

ટંકારા તાલુકાના વીરવાવ ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૮૩ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૬,૫૪૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, આરોપી ઘરે હાજર ન હોવાથી તેની સામે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના વીરવાવ ગામે રહેતા મહીદિપસિંહ જાડેજાના મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને ૮૩ બોટલો મળી આવતા પોલીસે ૨૬,૫૪૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, આરોપી મહીદિપસિંહ દશરથસિંહ જાડેજા રહે. વીરવાવ તાલુકો ટંકારા વાળો ઘરે હાજર ન હોવાથી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

આવી જ રીતે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા પ્રદીપભાઈ રાઠોડના રહેણાંક મકાનમાં બિયરનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી બાચકામાં રાખવામાં આવેલ બિયરના ૧૦ ટીન મળી આવતા પોલીસે ૧૦૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને પ્રદીપભાઈ વિનુભાઈ રાઠોડ જાતે કોળી (૨૫) રહે. મેસરિયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News