ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા-મોરબી તાલુકામાં આઠ ચાઈનીઝ ફિરકી સાથે વેપારી સહિત ત્રણ પકડાયા


SHARE









ટંકારા-મોરબી તાલુકામાં આઠ ચાઈનીઝ ફિરકી સાથે વેપારી સહિત ત્રણ પકડાયા

ટંકારા તાલુકામાં બે જગ્યાએ અને મોરબી તાલુકામાં એક જગ્યાએથી ચાઈનીઝ ફિરકીઓ મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને આઠ ચાઈનીઝ ફીરકીઓ કબજે કરેલ છે અને ત્રણ શખ્સની સામે જુદા જુદા ત્રણ ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લતીપર ચોકડી પાસે આવેલ સંજરી સિઝન સ્ટોર નામના પતંગના સ્ટોરમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી પ્રતિબંધિત ચાઈનીઝ પાંચ ફીરકીઓ મળી આવી હતી જેથી પોલીસે ૨૫૦૦ રૂપિયાની કિંમતની ફીરકીઓ કબજે કરી હતી અને સીઝન સ્ટોરના માલિક ગફારભાઈ કાસમભાઈ ભૂંગર જાતે સંધિ (૫૫) રહે સંધિવાસ ખાટકી શેરી ટંકારા વાળાની સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી આવી જ રીતે ટંકારાની લતીપર ચોકડી પાસેથી ચાઈનીઝ એક ફીરકી સાથે એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે સદ્દામ કરીમભાઈ શેખ જાતે ફકીર (૧૯) રહે. સો વારિયા પ્લોટમાં ટંકારા વાળાની ધરપકડ કરી તેની સામે પણ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના ધરમપુર ગામના ઝાપા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે તેને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બે પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી મળી આવતા પોલીસે ૬૦૦ રૂપિયાની બે ફીરકી કબજે હતી અને આરોપી રાહુલભાઈ દેવજીભાઈ વરાળીયા જાતે કોળી (૨૫) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News