મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં રામાયણ ક્વિઝનું આયોજન કરાયું


SHARE













મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં રામાયણ ક્વિઝનું આયોજન કરાયું

રામાયણ અને મહાભારતએ વિશ્વના મહાન અને સૌથી મોટા કાવ્યો છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. રામાયણએ તો આપણું જીવન દર્શન છે. રામાયણ આપણા સૌના જીવનમાં ત્યાગ, તપ, સહનશીલતા, ભાતૃભાવ, પરિવારભાવના, સત્ય, કરુણા, પતિવ્રત, મમત્વ જેવા ગુણો સાકારિત કરે છે. શાળા-કૉલેજ કક્ષાએ જ્ઞાન-વિજ્ઞાનની ક્વિઝનું આયોજન તો થતું હોય છે, ત્યારે રામાયણ દર્શનના ગુણો વિદ્યાર્થીકાળથી જ જીવનમાં ઉજાગર થાય તેવા ઉમદા આશય સાથે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં 'રામાયણ ક્વિઝ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 'રામાયણ ક્વિઝ'ના પ્રારંભમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર શૈલેષભાઈ કાલરિયાએ 'રામાયણ ક્વિઝ'ને અનુરૂપ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. 'રામાયણ ક્વિઝ'માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને એસ.એમ.સી.  શિક્ષણવિદ્ જતીનભાઈ વામજા તથા શિક્ષકગણના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાલીગણે હાજર રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. 'રામાયણ ક્વિઝ'ને સફળ બનાવવા શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાઘેલા, મદદનીશ શિક્ષક અશોકભાઈ ફેફર, પ્રફુલભાઈ ફેફર, મનિષાબેન રાજપરા, ઉષાબેન ઝાલરીયા, યાજ્ઞિકભાઈ કાવરે જહેમત ઉઠાવી હતી. 'રામાયણ ક્વિઝ'નું સફળ સંચાલન મદદનીશ શિક્ષક સંજય બાપોદરિયા તથા એસટીપી વર્ગના શિક્ષિકા પારૂલબેન કુંભરવાડિયાએ કર્યું હતું.






Latest News