મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાંથી ૩૧ ચાઇનીઝ ફિરકી સાથે બે ઝડપાયા


SHARE













મોરબી-હળવદમાંથી ૩૧ ચાઇનીઝ ફિરકી સાથે બે ઝડપાયા

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ચાઈનીઝ ફીરકીનું વેચાણ ન થાય તે માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે હળવદ શહેર અને મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી કુલ મળીને ૩૧ ચાઈનીઝ ફીરકીઓ મળી આવતા પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જોઈ લેવા ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં રાણેકપર રોડ ઉપર આવેલ સહજાનંદ નગરમાં રહેતા ચેતનભાઇ સારલા ના મકાનમાં ચાઈનીઝ ફિરકીનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૪ ચાઈનીઝ ફીરકીઓ મળી આવતા પોલીસે ૪૮૦૦ ની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકીઓ કબજે કરી હતી અને ચેતનભાઇ ગેલાભાઈ સારલા જાતે કોળી (૨૨) રહે સહજાનંદ નગર રાણેકપર રોડ હળવદ વાળા ની ધરપકડ કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબીના ત્રાજપર ગામ પાછળ આવેલ મયુર સોસાયટી શેરી નંબર-૬ માં રહેતા રાહુલભાઈ મકવાણાના ઘરમાં ચાઈનીઝ ફિરકીનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી પ્રતિબંધિત સાત ચાઈનીઝ ફીરકી મળી આવતા પોલીસે ૧૪૦૦ ની કિંમતની ફિરકી કબજે કરી હતી અને રાહુલભાઈ સુરેશભાઈ મકવાણા જાતે કોળી (૨૭) રહે. ત્રાજપર ગામ પાછળ મયુર સોસાયટી શેરી નંબર-૬ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News