મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી : ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા સાથે ઉત્તરાયણની ખુશી આપી એ ખુશીની પોતે અનુભૂતિ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ


SHARE













મોરબી : ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા સાથે ઉત્તરાયણની ખુશી આપી એ ખુશીની પોતે અનુભૂતિ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

"લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ" મેળવાનો નહિ આપવાનો આનંદ એમ બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાના ભારતીય સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કર્યા

મોરબી : મોરબીમાં સમાજસેવાથી રાષ્ટ્ભાવનાને સદાય જાગૃત કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી બીજા એટલે અભાવોથી પીડાતા બાળકોને ઉત્તરાયણ પર્વની ખુશી આપી અને એ બાળકોની ખુશી જોઈને પોતે પણ આત્મીયતાથી ખુશી મહેસુસ કરવાના ભારતીય સંસ્કૃતિનો મૂળ મૂલ્યોને જીવંત રાખી આજે પણ ઉતરાયણની પૂર્વ સંધ્યાએ શહેરના ઝૂંપટપટ્ટીના સામાન્ય વર્ગના બાળકોને પતંગ-દોરાનું વિતરણ કરી "લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ" મેળવાનો નહિ આપવાનો આનંદ આપીને ઉતરાયણના પર્વની સાચી ઉજવણીને દીપાવી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ”અગર ઘર સે મસ્જિદ હો બહુત દૂર, તો ક્યુ ના એસા કિયા જાયે કે એક રોતે હુવે બચ્ચે કો હસાયા જાયે” ખુદાની સાચી બંદગી માત્ર મસ્જિદમાં કે મંદિરમાં જવાથી નથી થતી, કોઈ દુઃખી માણસની તકલીફને સમજી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને તેનું દુઃખ દૂર કરવામાં આવે એમાં પણ ભગવાન અને ખુદા રાજી થાય છે. જનસેવા એજ સાચી પ્રભુ સેવા છે અને જેટલી થાય એટલી સેવા કરવી જોઈએ. આ ભાવનાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હંમેશા સાર્થક કરવાનો પ્રયાશ કર્યો છે. એટલે જ આજે ઉતરાયણના આગલા દિવસે દાનધર્મના મહિમાને ચરિતાર્થ કરતા અને બાળભાષામાં કહું તો "લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ" મેળવાનો નહિ આપવાનો આનંદ આપી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉતરાયણ નિમિતે ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં નાના બાળકોને શુદ્ધ ઘીના બનાવટના અડદિયા અને મીઠાઈનું તથા પતંગ અને ફીરકી (દોરા)નું વિતરણ કરીને પૃથ્વી પરના ઈશ્વરને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે.






Latest News