મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે બીયર ભરેલ ગાડી સાથે એક પકડાયો: ૪ લાખથી વધુનો મુદામાલ જપ્ત


SHARE













મોરબીના રવાપર રોડે બીયર ભરેલ ગાડી સાથે એક પકડાયો: ૪ લાખથી વધુનો મુદામાલ જપ્ત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક પાસેથી ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી બિયરના ૮ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બિયર અને ગાડી મળીને ૪,૦૧,૬૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક પાસેથી બ્રેઝા કાર નંબર જીજે ૫ આરસી ૦૧૬૪ પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા કારમાંથી બિયરના ૮ ટીન મળી આવ્યા હોય પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો બિયર તથા ચાર લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને ૪,૦૧,૬૦૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી દિલીપભાઈ રૂગનાથભાઈ કાલાવાડીયા જાતે પટેલ (૪૮) રહે. શક્તિ ટાઉનશીપ, ૬૦૨-નંદનવન રવાપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News