મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

રોક શકો તો રોકલો: મોરબીના પીપળી રોડે મારૂતિ પાર્કમાં એક જ રાતમાં આઠ જેટલા મકાનોમાંથી દાગીના-રોકડની ચોરી


SHARE













રોક શકો તો રોકલો: મોરબીના પીપળી રોડે મારૂતિ પાર્કમાં એક જ રાતમાં આઠ જેટલા મકાનોમાંથી દાગીના-રોકડની ચોરી

મકરસંકાંતિની ઉજવણી લોકોએ કરી હતી ત્યાર બાદ રાતે તસ્કરો દ્વારા મોરબી તાલુકામાં પીપળી ગામાં પાસે નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હોય તેવો ઘાટ સામે આવ્યો છે કેમ કે, પીપળી રોડે આવેલ મારૂતિ પાર્ક સોસાયટીમાં એક જ રાતમાં આઠ જેટલા મકાનોના તાળાં તોડીને તસ્કરોએ ઘરોમાંથી ચોરી કરેલ છે અને લોકોના ઘરમાંથી રોકડા રૂપિયા તેમજ દાગીનાની ચોરી કરી હોવાની સ્થાનિક લોકો પાસેથી માહિતી મળી રહી છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડે આવેલ મારૂતિ પાર્ક સોસાયટીમાં રવિવારની રાતે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે સાતથી આઠ મકાનોને નિશાન બનાવેલ છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ મારૂતિ પાર્કમાં અમિતભાઈ મકવાણા, સુનીલભાઈ, સુરેશભાઈ જીતીયા, મહેશભાઈ સોલંકી સહિતના સાતથી વધુ મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલ છે અને જુદાજુદા ઘરમાંથી જુદીજુદી રકમની ચોરી કરવામાં આવેલ છે જેમાં સુરેશભાઈના મકાનમાંથી ૨૫ હજાર રોકડા, છોકરાના ગલ્લાની પરચૂટણ, બે વીંટી, એક બુટી અને ચાંદીના દાગીના સહીત ૭૦ હજારનો મુદામાલ ચોરી કરવામાં આવેલ છે તો મહેશભાઈના ઘરમાંથી ૨૭ હજારના બે મોબાઈલ, અમિતભાઈના ઘરમાંથી ૧૨ હજાર રોકડ અને કાનની બુટી સહિતના દાગીનાની ચોરી કરેલ છે અને સુનીલભાઈના ઘરમાંથી ૧૦ હજારની રોકડાનીઓ ચોરી કરેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં દોડી ગયેલ છે જો કે, એકી સાથે એક જ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપીને તસ્કરોએ પોલીસને રોક શકો તો રોકલોનો પડકાર ફેંક્યો હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News