મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક દુકાનમાથી ૧૦૦૦ કિલો સાબુની ચોરી કરનાર બેલડી ઝડપાઇ


SHARE













વાંકાનેર નજીક દુકાનમાથી ૧૦૦૦ કિલો સાબુની ચોરી કરનાર બેલડી ઝડપાઇ

વાંકાનેરના થાન રોડ ઉપર જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલ કોમ્પ્લેક્સમાં આવેલ સાબુની દુકાનમાં બાકોર ઉપાડીને તસ્કરે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી એક હજાર કિલો સાબુ તથા વજન કાંટો આમ કુલ મળીને ૩૪,૮૮૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેની વેપારી યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને ચોરીમાં ગયેલ મુદામાલને રિકવર કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના હસનપર (શક્તિપરા) ખાતે રહેતા અને થાન રોડ ઉપર જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલા કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા સુરેશભાઇ કાળુભાઈ રાઠોડ જાતે કાંગસિયા (૨૫) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલા કોમ્પલેક્ષમાં તેની દુકાન આવેલ છે તે દુકાનમાં બાકોરું પાડીને તસ્કરે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી એક હજાર કિલો પીળો સાબુ જેની કિંમત ૧૮,૮૮૦ તથા ઇલેક્ટ્રીક કાંટો ૧૬,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૩૪,૮૮૦ ની કિંમતના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને તેવામાં આરોપી વિરમ ઉર્ફે વિજય ગાંડુભાઈ ટોટા અને સરવન ઉર્ફે સોનું કરશનભાઈ રાઠોડ રહે. બંને હસનપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીના ગયેલ મુદામાલ તેમજ એક લાખની રિક્ષા કબ્જે કરવામાં આવેલ છે આ કામગીરી વાંકાનેર સીટી પીઆઈ પી.ડી. સોલંકીની સૂચના મુજબ પીએસઆઈ ડી.વી. કાનાણી અને તેની ટીમે કરી હતી 






Latest News