મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીનાં ઘુંટુ ગામે નવોદય વિદ્યાલયમાં અક્ષત કળશનું સ્વાગત,બાળકોએ રામ-સીતા અને હનુમાનજીના વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યુ


SHARE













મોરબીનાં ઘુંટુ ગામે નવોદય વિદ્યાલયમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત,બાળકોએ રામ, સીતા અને હનુમાનજીના વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું 

હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર એવા રામ મંદિરનું અયોધ્યામાં પુનઃનિર્માણ થઈ રહ્યું છે અને આગામી તા. 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય સમગ્ર ભારતભરમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ નવોદય વિદ્યાલયમાં અક્ષત કળશનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ રામ, સીતા અને હનુમાનજીના વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું હતું અને ગામમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

અયોધ્યામાં યોજાનાર રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામે શ્રી નવોદય વિદ્યાલયમાં આજરોજ તા. 13 ને શનિવારના રોજ સવારે 9:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી કાર્યક્રમ યોજીને અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાએથી શરૂ કરીને આખા ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા ગ્રામજનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય કિરીટભાઈ સાણજા, મહેશભાઇ બોપલીયા, પ્રમુખ બીપીનભાઈ કાંજીયા, ટ્રસ્ટી પરસોતમભાઈ કૈલા તથા સર્વે સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News