મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

રામમય ગામ: ટંકારાના નાના રામપર-હડમતીયા ગામે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમો યોજાશે


SHARE







રામમય ગામ: ટંકારાના નાના રામપર-હડમતીયા ગામે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમો યોજાશે

ટંકારા તાલુકાના નાના રામપર ગામમાં આગામી તા. ૨૧ અને ૨૨ જાન્યુઆરીના રોજ શ્રી રામજી મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે આવી જ રીતે હડમતિયા ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે શોભાયાત્રા, લોકડાયરો, મહાપ્રસાદ સહિતના આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

નાના રામપર ગામે વસતા ભગવાનજીભાઈ ભીખાભાઈ કાલરીયા, સવિતાબેન ભગવાનજીભાઈ કાલરીયાના નિવાસસ્થાને બે દિવસીય ભવ્ય શ્રી રામજી મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. ૨૧ ને રવિવારે સવારે ૦૭ : ૩૦ કલાકે મહાયજ્ઞ, બપોરે ૦૨ : ૩૦ કલાકે શોભાયાત્રા યોજાશે તેમજ તા. ૨૨ ને સોમવારે સવારે મહાયજ્ઞ બાદમાં મૂર્તિ અભિષેક અને બપોરે બીડું હોમાશે ઉપરાંત તા. ૨૨ ને સોમવારે રાત્રે ૯ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે જે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા કાલરીયા પરિવારે જણાવ્યું છે

હડમતિયા ગામ

ટંકારાના હડમતિયા ગામે અયોધ્યામાં યોજાઇ રહેલ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તા- ૨૧ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રાસગરબા, તા ૨૨ ના રોજ સવારે ૫ થી ૭ પ્રભાતિયા, ૮થી ૧૧ શ્રી રામ ભગવાનની શોભાયાત્રા, ૧૧ થી ૧:૦૦ રામજી મંદિરે મહાઆરતી, બપોરે ૩ થી પ સુંદર કાંડ, પ વાગ્યાથી મહાપ્રસાદ અને રાતે ૯:૦૦ કલાકે લોક ડાયરો યોજાશે જેમાં લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા જમાવટ કરશે તેમજ ૨૨ તારીખે ઘરે ઘરે રંગોળી કરવી, આસોપાલવના તોરણ બાંધવા, બપોરે ઘરે લાપસી કરવામાં આવશે અને હડમતિયા ગામે શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળશે તેના માટે બધા ગ્રામજનો હાજર રહે સમસ્ત હડમતિયા ગામ તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News