મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવનારાઓને ગોડાઉન ભાડે આપનારની ધરપકડ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવનારાઓને ગોડાઉન ભાડે આપનારની ધરપકડ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ ગોડાઉનમાંથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી મળી આવી હતી તે ગુનામાં મોરબી એલસીબીની ટીમે ગોડાઉન માલીકની ધરપકડ કરીને હાલમાં પોલીસે તેને જેલ હવાલે કરેલ છે

મોરબીના જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વર રેલ્વે ફાટક પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉન ખાતેથી બનાવટી ઇગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી અગાઉ પકડાઈ હતી ત્યારે મુદામાલ તથા તૈયાર કરેલ ઇંગ્લીશ દારૂની બોટલો વિગેરે મુદામાલ તથા કુલ ૧૧ આરોપીઓ પકડ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો જેની તપાસ એલસીબીના પીએસઆઈ કે.એચ. ભોચીયાને સોપવામાં આવેલ હતી જેની તપાસ એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી હતી અને અત્યાર સુધીમાં કુલ મળીને ૧૭ આરોપીઓની અટક કરવામાં આવેલ છે

આ તપાસના કામે બનાવટી ઇગ્લીંશ દારૂની ફેકટરીમાં બનાવટી દારૂ બનાવનાર દિપકકુમાર સુરેન્દ્રકુમાર પાંડે રહે. સમેરપુર તા. બિધાપુર જી. ઉનાવ (ઉત્તર પ્રદેશ) વાળાને તથા આ બનાવટી ઇંગ્લિશ દારૂ બનાવવામાં રો મટીરીયલ સ્પલાય કરનાર દિનેશ જગદિશ ગોયેલ (અગ્રવાલ) (૬૬) રહે, બી-૪/૭૦૩ ઉન્તતી વુડસ, ફેસ-૨, કાવેસર, આનંદનગર ઘોડબંદરરોડ, તથા ફલેટ નં.-૮૦૨,સુકુર એકલાવ, બી વીંગ, આનંદનગર જી.બી.રોડ, એમપ્રેસપાર્કની પાસે, થાણે વેસ્ટ ૪૦૦૬૧૫ (મહારાષ્ટ્ર) વાળાને અટક કરવામાં આવેલ છે.

આ ગુનામાં ગોડાઉન માલીક દ્વારા ગોડાઉન ભાડે રાખનાર બાબતે કોઇ પણ જાતની તપાસ કે ભાડા કરાર કર્યા વગર પોતાનું ગોડાઉન ગેરકાયદેસરની પ્રવૃતિ ચલાવવામાં ભાડે આપેલ હતું જે ગોડાઉન માલીકની તપાસ દરમ્યાન બેદરકારી જણાય આવેલ હતી જેથી કરીને સેશન્સ કોર્ટ મોરબી ખાતે આગોતરા જામીન મેળવવા અરજી કરતા સેશન્સ કોર્ટ દ્વારા ગોડાઉન માલીક અરવિંદભાઇ બચુભાઇ કોરીંગા જાતે પટેલ (૫9) રહે. હાલ રહે. સર્વે નં-૧૪૩૭૧ વાત્સલ્ય પુરમ એપાર્ટમેન્ટ ફલેટ નં-૩૦૪/સી વિંગ આદિનાથ નગર તાલુકો સાંગલી (મહારાષ્ટ્ર) મૂળ રહે. અરૂણોદય સોસાયટી ડોક્ટર દેલવાડીયાના દવાખાના પાછળ વાળાની આગોતરા જામીન અરજી રદ્દ કરતા ગોડાઉન માલીકની પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે.

બાળક સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા સુધીપ ગોપાલભાઈ (૫) નામના બાળકને રફાળેશ્વર ગામ પાસે વાહન અકસ્માતના બનાવવામાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ શિવમ એસ્ટેટ ખાતે રહેતા સંજુ લખનશા (૪૦) નામના યુવાનને રામદૂત કંપની પાછળના ભાગમાં કોઈ કારણોસર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઇ કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News