મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી અર્ધ બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE













મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી અર્ધ બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી પાસે અર્ધ બેભાન હાલતમાં યુવાન બીમારી હાલતમાં મળી આવ્યો હતો જેથી તેને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે હાલમાં તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે અજાણ્યો ૪૫ થી ૫૦ વર્ષનો યુવાન બીમારી સબક અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને ૧૦૮ ને જાણ કરવામાં આવતા ૧૦૮ ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે અજાણ્યા પુરુષનું મોત નીપજયું હતું જેથી કરીને રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

ઝેરી અસર

મોરબી નજીકના સનાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતાં પરિવારની ૧૬ વર્ષની દીકરી સાવલીબેન ઇડાભાઇ માવી રાત્રિના સમયે ભૂલથી દવાયુક્ત પાણી પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News