મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે રસોઈ મોડી બનાવતા પતિએ ઠપકો આપતા પત્નીએ ફિનાઇલ ગટગટાવ્યું


SHARE









મોરબીમાં ઘરે રસોઈ મોડી બનાવતા પતિએ ઠપકો આપતા પત્નીએ ફિનાઇલ ગટગટાવ્યું

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતી મહિલાને તેના પતિએ રસોઈ મોડી બનાવની હોવાથી ઠપકો આપ્યો હતો જેથી કરીને તે મહિલાને લાગી આવતા તેણે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ ધાર વિસ્તારમાં રહેતા ગીતાબેન ભરતભાઈ ઝાપડા જાતે ભરવાડ (૩૯)એ પોતાની જાતે ફિનાઈલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ગીતાબેન સંયુક્ત પરિવારમાં રહે છે અને તેના પતિએ તેને રસોઈ મોડી બનાવવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી લાગી આવતા તેઓએ ફિનાઇલ પી લીધું હતું તેવું જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

ફિનાઇલ પીધું

મોરબી નજીકના લાલપર ગામે આવેલ આંબેડકરનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ ભાણજીભાઈ સોલંકી (૪૯) પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ પણ કારણોસર તેણે ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મૂળ પંચમહાલ જિલ્લાનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મુકેશ છગનભાઈ મુનિયા (૩૮) નામનો યુવાન બાઈક લઈને વાડીએ જઈ રહ્યો હતો ત્યારે રફ રસ્તા ઉપર કોઈ કારણોસર બાઇકમાંથી તે નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News