મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે સ્કૂટર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં


SHARE













મોરબીના નવલખી રોડે સ્કૂટર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેર નગર પાસેથી પિતા પુત્ર બાઇકમાં જઈ રહ્યા હતા ત્યારે સ્કૂટરના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા પિતા પુત્રને સારવાર માટે પ્રથમ મોરબી અને તેમાંથી એકને વધુ ઇજા થઇ હોવાથી રાજકોટ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતા ભુપતભાઈ ટપુભાઈ મહાલીયા અને તેનો દીકરો અશોકભાઈ ભુપતભાઈ મહાલીયા જાતે કોળી (૩૦) બંને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવારી મેલડી માતાજીના મંદિરથી આગળ કુબેરનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શનિ મંદિર વાળી શેરીમાંથી સ્કૂટર નંબર જીજે ૩૬ એસી ૭૦૪૬ લઈને નીકળેલ શખ્સે તેઓના બાઈક સાથે સ્કૂટર અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં અશોકભાઈ તથા તેના પિતા ભુપતભાઈને ઇજાઓ થઇ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે ભુપતભાઈ ટપુભાઈ મહાલિયાને રાજકોટ ખસેડવામાં આવેલ છે આ અકસ્માતના બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના મફતીયા પરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સીમાબેન લાલબહાદુર ખાતુમ (૬૦) અને નેહાબેન લાલબહાદુર ખાતુમ (૧૮) નામના બે મહિલાઓને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત માટે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની છે અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વૈભવનગરમાં રહેતો હાર્દિક ભુપતભાઈ ભટ્ટ (૨૬) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે ઘર પાસે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં હાર્દિકને ઇજાઓ થઇ હોવાથી ત્યાં તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી






Latest News