મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ


SHARE













મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પૂર્વ તૈયારી માટે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ વર્ષે ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે થનાર છેજેના પૂર્વાયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક અન્વયે કલેક્ટરએ સાંસ્કૃતિક કાર્યક્રમોસલામતી અને સુરક્ષાધ્વજ અને ધ્વજ પોલપરેડસ્ટેજગ્રાઉન્ડબેઠક વ્યવસ્થામંડપ અને લાઈટિંગટેબ્લો અને શુશોભનપ્રોટોકોલડાયસ વ્યવસ્થાપીવાનું પાણી અને સ્વચ્છતા વગેરે બાબતો અંગે સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે. ખાખરેચી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય વિભાગપીજીવીસીએલવાસ્મોઆત્મા અને પ્રાકૃતિક ખેતીડિઝાસ્ટરતેમજ વિવિધ વિભાગના ટેબ્લો આકર્ષણ જમાવશે ઉપરાંત જવાનોની પરેડ પણ યોજાશે. દેશ ભક્તિથી રંગી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરમોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમારનાયબ કલેક્ટર સિધ્ધાર્થ ગઢવીનાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા સહિતના હાજર રહ્યા હતા






Latest News