મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના યુવક-યુવતીઓમાં અયોધ્યાની ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા રામ નામ-છબીના ટેટૂનો ક્રેઝ


SHARE













મોરબીના યુવક-યુવતીઓમાં અયોધ્યાની ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા રામ નામ-છબીના ટેટૂનો ક્રેઝ

અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીના યુવક અને યુવતીઓ સહિતનાઓમાં ખાસ ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને યુવાનો રામ નામ, રામની છબી અને હનુમાનનું નામ તેમજ હનુમાનનું ટેટૂ બનાવવા માટે આવે છે જે ટેટૂ હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે

 સનાતન હિન્દુઓનું વર્ષો જૂનું સપનું સાકર થવા જઇ રહ્યું છે અને અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ઐતિહાસિક ઘડી કાયમી યાદગાર બની રહે તેના માટે લોકો અવનવા આયોજન કરી રહ્યા છે ત્યારે ન માત્ર યુવક અને યુવતીઓ પરંતુ બાળકો સહિતનાઓ હાલમાં પોતાના શરીર ઉપર રામ નામ, રામની છબી, હનુમાન નામ અને હનુમાનની છબી વિગેરેના ટેટૂઓ બનાવવા માટે આવી રહ્યા છે અને હાલમાં રામને લગતા ટેટુ બનાવવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે

રામમય વાતાવરણ ચોમેર જોવા મળી રહ્યું છે ત્યારે મોરબી સહિત સમગ્ર દેશમાં લોકો પોતાનાથી આપી શકાય તે પ્રકારનું યોગદાન આપી રહ્યા છે ત્યારે મોરબીના છાત્રાલય રોડ ઉપર દુકાન ધરાવતા ટેટૂ આર્ટિસ્ટ અમિતભાઈ બજાણિયા દ્વારા આગામી ૨૨ મી તારીખ સુધીમાં જે કોઈ લોકોને અયોધ્યાની ઐતિહાસિક ડી કાયમી યાદગાર બની રહે તેના માટે પોતાન શરીર ઉપર ટેટૂ બનાવવું હોય તો તેને વિના મૂલ્યે ટેટૂ બનાવી આપવામાં આવે છે જેથી કરીને ઘણા યુવક, યુવતીઓ અને બાળકો સહિતના ટેટૂ બનાવવા માટે આવે છે તેને ટેટૂ આર્ટિસ્ટ દ્વારા રામ નામ, રામની છબી, હનુમાન નામ અને હનુમાનની છબી વિગેરેના ટેટૂઓ બનાવી આપવામાં આવે છે

ખાસ કરીને મોરબી શહેરના કોલેજીયન યુવક-યુવતીઓમાં અયોધ્યાની ઐતિહાસિક ડીને ખૂબ આકર્ષણ જોવા મળી રહ્યું છે અને લોકોમાં આગામી ૨૨ મી તારીખે છવાઇ જવા માટે યુવાનો સહિતનાઓમાં ઘેલું લાગ્યું હોય તે રીતે લોકો પોતાના શરીરે રામ ના ટેટૂ બનાવી રહ્યા છે અને દિવસેને દિવસે ટેટુનો ક્રેઝ વધી રહ્યો છે






Latest News