મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધને વડીલો પાર્જિત જમીનના ભાગ બાબતે ભત્રીજાએ બોલાચાલી કરીને માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં વૃદ્ધને વડીલો પાર્જિત જમીનના ભાગ બાબતે ભત્રીજાએ બોલાચાલી કરીને માર માર્યો: મારી નાખવાની ધમકી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે ક્લિનિકના ઉદઘાટનમાં ગયેલા વૃદ્ધને તેના ભત્રીજા દ્વારા વડીલો પાર્જિત જમીનના ભાગની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેમ કહીને બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ફડાકો મારીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ ભરેલા વૃદ્ધ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના એસપી રોડ ઉપર ઇડન ગાર્ડન સોસાયટી એફ ટાવર ફ્લેટ નંબર ૭૦૧ માં રહેતા મૂળ હળવદ તાલુકાના જુના દેવડીયા ગામના રહેવાસી ઈશ્વરલાલ અમરશીભાઈ ભોરણીયા જાતે પટેલ (૬૩)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના સગા ભત્રીજા શાંતિલાલ રતિલાલ ભોરણીયા રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મહેન્દ્રનગર ચોકડી પાસે તેમના સંબંધીના ક્લિનિકના ઉદ્ઘાટનમાં તેઓ ગયા હતા ત્યાં ઉદ્ઘાટનમાંથી તેઓ તેમના ઘર તરફ જતા હતા ત્યારે આરોપી શાંતિલાલ ભોરણીયાએ તેની પાસે આવીને કહ્યું હતું કે આપણી વડીલો પાર્જિત જમીનના ભાગની સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે તેમ કહીને ફરિયાદી વૃદ્ધ સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ફડાકો મારીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News