મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના પીલુડી ગામે ઘોડાદ્રો નદીના પટમાંથી રેતી ખનન કરતુ એકસ્વટર મશીન જપ્ત કરી દંડ વસૂલવા કાર્યવાહી શરૂ કરતો ખાણ ખનીજ વિભાગ


SHARE













મોરબીના પીલુડી ગામે ઘોડાદ્રો નદીના પટમાંથી રેતી ખનન કરતુ એકસ્વટર મશીન જપ્ત કરી દંડ વસૂલવા કાર્યવાહી શરૂ કરતો ખાણ ખનીજ વિભાગ

મોરબી તાલુકા પંથકમાં તેમજ હળવદના અમુક વિસ્તારો તેમજ માળિયા પંથકમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ રેતી ખનન અને અન્ય ખનીજ દ્રવ્યોનું ખનન અને ચોરી થતી હોવાનું સામે આવે છે. વક્તોવખત મોરબી તાલુકા, માળિયા તાલુકા અને હળવદ તાલુકા વિસ્તારમાંથી અને ટંકારા પંથકમાંથી વધારે પ્રમાણમાં ખનીજ ચોરીઓ થતી હોય તેવુ સામે આવતું હોય છે અને સમયાંતરે વાંકાનેરમાં પણ ખરી ચોરી થતી હોય છે.આમ સમગ્ર મોરબી જિલ્લામાં કોઈને કોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થાનિક અધિકારીઓ, સરપંચ-તલાટી, મામલતદાર અને કલેક્ટર તથા ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગની આંખા આડા કાન કરવાની વૃત્તિના લીધે ખનીજ ચોરીઓ થતી હોય છે જેના લીધે સરકારની રેવન્યુ આવક ઉપર મસ મોટું ગાબડું પડી રહ્યું છે.

દરમ્યાનમાં સમયાંતરે કામગીરી બતાવવા કોઈને કોઈ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે.વધુમાં હાલ જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી ખાણ ખનીજ વિભાગના આર.એમ.ગોજીયા તથા સ્ટાફ દ્વારા મોરબી તાલુકાના પીલુડી ગામે રેડ કરવામાં આવી હતી અને પીલુડી-રાપર વચ્ચે ઘોડાદ્રો નદીના પટમાંથી એકસ્વેટર મશીન જપ્ત કરવામાં આવ્યું હતું અને સાથે ડ્રાઇવર પ્રવેશકુમાર જયવિર યાદવ હાલ રહે.ખાનપર તા.મોરબી મૂળ રહે શિશુવા તારાપુર બિહાર વાળો મળી આવ્યો હતો અને તેની પુછપરછમાં આ એક્સ્વેટર મશીન હળવદના કોઈ જીતભાનુ હોવાનું જણાવતા હાલ તેની સામે કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગે તજવીજ શરૂ કરી છે.

હાલ કેટલા એરિયામાંથી ખનન કરવામાં આવ્યું છે તેની માપણીનું કામ ચાલુ છે અને બાદમાં દંડ ફટકારવામાં આવશે તેમ ખાણ ખનીજ વિભાગ પાસેથી હાલમાં જાણવા મળી રહ્યું છે અત્રે નોંધનીય છે કે મોરબી જિલ્લામાં સમયાંતરે કોઈને કોઈ ગ્રામ્ય પંથકમાંથી સતત રેતી તથા અન્ય ખનીજ દ્રવ્યોની ચોરીઓ થતી હોય છે અને તેમાં મોટાભાગે સ્થાનિક લેવલે આંખઆડા કાન કરવાની સરકારી વૃત્તિના લીધે આ ખનનની પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે અને જેના લીધે સરકારની આવક ઉપર મોટા પ્રમાણમાં ગાબડા પડી રહ્યા હોય સમયાંતરે વિજીલન્સ તપાસ થતી રહે તે જરૂરી બન્યું હોવાનું લોક મુખ્ય પણ ચર્ચા રહ્યું છે.

ગુમ થયેલ યુવાન હેમખેમ મળી આવ્યો

મોરબીના વાવડી રોડ ઉપરથી ગુમ થયેલ યુવાન એક માસ બાદ હેમખેમ મળી આવ્યો છે.આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રહેતા અને મૂળ વડોદરાના વાસણા રોડના રહેવાથી મનોજભાઈ મહેન્દ્રભાઈ રાણેવાડીયા જાતે કોળી (ઉમર ૨૬) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમનો ભાઈ કલ્પેશ મહેન્દ્રભાઈ રાણીવાડીયા જાતે કોળી ગુમ થઈ ગયો હોવાની તા.૫-૧૨-૨૩ ના જાણ કરી હતી.જે અંગે એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ ચલાવવામાં આવતા સામે આવ્યું હતું કે, ગુમ થયેલા કલ્પેશભાઈ રાણીવાડીયાના પત્નીએ જામનગરની કોર્ટ ખાતે ભરણપોષણ બાબતે કેસ કરેલો હોય અને ત્યારબાદથી યુવાન ગુમશુમ રહેતો હોય અને તેની માનસિક સ્થિતિ પણ સારી ન હોય તે ઘરેથી કોઈને કંઈ કહ્યાં વિના ચાલ્યો ગયો હતો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો અને રખડતો ભટકતો હતો અને બસ સ્ટેશનમાં સૂઈ જતો હતો.જે પોતાની જાતે ઘરે આવી જતા હાલ પોલીસ સ્ટેશન ખાતે રજૂ થયો હતો અને આ બાબતે નોંધ કરીને રાબેતા મુજબની તપાસ કરવામાં આવી હતી.








Latest News