મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બહેનો માટે રામાયણને લગતી પરીક્ષા યોજાઇ: ૧૦ વિજેતા બહેનોનું કરાયું સન્માન


SHARE













મોરબીમાં બહેનો માટે રામાયણને લગતી પરીક્ષા યોજાઇ: ૧૦ વિજેતા બહેનોનું કરાયું સન્માન

અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દેશના દરેક વિસ્તારમાં જુદાજુદા કાર્યક્રમ યોજાઇ છે ત્યારે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી તેમજ નીલકંઠ સ્કુલ દ્વારા શનિવારે બપોરે ૩ થી ૫ વાગ્યે નીલકંઠ વિદ્યાલય ખાતે બહેનો માટે રામાયણ વિષયને લઈને પરીક્ષાનું આયોજન કરવામાં આવી હતું જેમાં મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં રહેતા ઘણા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતી અને આ તકે મોરબીના જાણીતા ડો. સતિષભાઇ પટેલ, શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ તેમજ અતિથિ તરીકે આરએસએસના ગીતાબેન સોમૈયા સહિતઓના હાજર રહ્યા હતા.

મુસ્કાન સોસાયટી દ્વારા રામાયણ આધારિત પરીક્ષામાં ૫૦ માર્કસનું પેપર રાખવામા આવ્યું હતું જેમાં ૪૦ માકર્સ, ૪૦ પ્રશ્નો-એક શબ્દમાં જવાબ આપવાના હતા જો કે, ૧૦ માકર્સ- બે પ્રશ્નો વિસ્તૃત જવાબ લખવાનો હતો જેના માટે બહેનો દ્વારા રામાયણ વાંચીને તૈયારી કરવામાં આવી હતી અને આ પરીક્ષામાં પ્રથમ ૧૦ વિજેતા બહેનોને પ્રમાણપત્ર અને ભેટ આપીને સન્માનીત કરવામાં આવ્યું હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુસ્કાન વેલફેર સોસાયટીની ટીમ તેમજ નીલકંઠ સ્કુલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મુસ્કાન વેલ્ફેર સોસાયટીના ફાઉન્ડર રંજનબેન સારડા અને તેઓની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

નીલકંઠ વિદ્યાલય & કોમર્સ સ્કૂલ તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા "શ્રીરામ જીવન ચરિત્ર પરીક્ષા" નું આયોજન કરવામાં આવ્યું.

આ પરીક્ષા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ હતો.આ પરીક્ષા યોજવાનો હેતુ, આજની પેઢી શ્રીરામના જીવનને અનુસરે અને તેમના સદગુણોનો આવનાર પેઢીમાં સંચાર કરવાનો હતો.

સમગ્ર ભારત દેશ અયોધ્યામાં રામમંદિરના નિર્માણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો છે ત્યારે મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને નીલકંઠ વિદ્યાલય & કોમર્સ સ્કૂલના સહયોગથી મોરબીના બહેનો માટે રામાયણ પર પરીક્ષા-પ્રતિસ્પર્ધાનું આયોજન કરેલ હતું. દરેક બહેનોને રામાયણના વાંચન તરફ દોરવાનો અને રામાયણને સમજીને જીવનમાં અનુસરવાનો એક સમાજલક્ષી-મૂલ્યલક્ષી અનન્ય પ્રયત્ન કરેલ હતો.જેમાં 251 બહેનોએ પરીક્ષા આપેલ હતી.

જેમાં પ્રથમ નંબર પર વામજા નિમિષાબેન યશકુમાર-1st ,દ્વિતીય નંબર પર જીવાણી રોશનીબેન અંકિતભાઈ-2nd, તૃતીય નંબર પર વાધડીયા ભાવિકાબેન યોગેશભાઈ-3rd વિજેતા થયેલ છે.

તેમજ 4 થી 10 નંબર પર ક્રમશ વિજેતામાં પીઠડીયા વર્ષાબેન જયેશભાઈ-4th, છત્રોલા અંકિતાબેન છગનભાઈ-5th,ખાંભરા મિતલબેન અમિતભાઈ-6th,ચાવડા નીતાબેન ભગવાનજીભાઈ-7th,બાવરવા વંદનાબેન ભાવેશભાઈ-8th,કાવર જલ્પાબેન પીયુષભાઈ-9th,કાલરીયા માનસીબેન-10th નંબર પર વિજેતા થયા છે.

વિજેતા ટોપ-10 બહેનોને અમૂલ્ય ગિફ્ટ આપી સન્માનિત-પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ પરીક્ષામાં ભાગ લેનાર તમામ 251 બહેનોને ગિફ્ટ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
પરીક્ષાર્થી બહેનોને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ હાજરી આપી હતી તેમજ બાળ ડોકટર અને લેખક શ્રી સતીષભાઈ પટેલ,RSS નાં સક્રિય કાર્યકર્તા શ્રી ગીતાબેન સોમૈયા,મોરબી નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી કેતનભાઈ વિલપરા,બીજેપી યુવા કાર્યકર્તા શ્રી જયદીપભાઈ દેત્રોજા,નીલકંઠ સ્કૂલના HOD એકતાબેન ભેસદડીયા વગેરે મહેમાનોએ પરીક્ષાને અનુરૂપ સંબોધન આપ્યું હતું અને દેશ નિર્માણમાં વ્યક્તિ નિર્માણનું મહત્વ સમજાવ્યું હતું અને વ્યક્તિ નિર્માણમાં બહેનોનો અહમ ફાળો રહેલો છે તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

આ તકે "શ્રીરામ જીવન ચરિત્ર પરીક્ષા" ને સફળ બનાવવામાં સહભાગી થયેલ તમામ વ્યક્તિઓનો નીલકંઠ વિદ્યાલય & કોમર્સ સ્કૂલના મૅનેજિંગ ટ્રસ્ટી જીતુ વડસોલા,નવનીત કાસુન્દ્રા તેમજ મુસ્કાન વેલફેર સોસાયટીના ફાઉન્ડર રંજના સારડા અને તેમની ટીમ દ્વારા દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

 






Latest News