મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા આજે શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણીનું આયોજન


SHARE







મોરબીમાં માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા આજે શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણીનું આયોજન

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે તેની સાથોસાથ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સંતવાણીનું આયોજન કરેલ છે જેનો લાભ લેવા માટે થઈને ધર્મપ્રેમી લોકોને માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે

આજે તા.૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આ ઘડીને યાદગાર બનાવવા માટે જુદી જુદી જગ્યાઓ પર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ ૧૩૫ વર્ષ જૂના રામજી મંદિર ખાતે પણ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતુ તે અંગે આયોજકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે તા. ૨૨ ના રોજ સવારે ૯:૩૦ કલાકે રામચંદ્રજી મહારાજની શોભાયાત્રા રામજી મંદિર ચોકથી પ્રસ્થાન કરશે અને ત્યારબાદ ૧૨:૦૦ વાગ્યે રામજી મંદિર ખાતે મહા આરતી અને ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જોકે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પૂર્વ સંધ્યાએ એટલે કે તા. ૨૧ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે માધાપર વિસ્તારમાં સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા 






Latest News