મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં
Breaking news
Morbi Today

વઘાસિયા પાસે બોગસ ટોલનાકાના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના જામીન મંજૂર


SHARE







વઘાસિયા પાસે બોગસ ટોલનાકાના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના જામીન મંજૂર

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની ફરિયાદ આધારે પોલીસે ત્રણ આરોપીને પકડ્યા હતા અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા અને તેના જામીન માટેની  અરજી મૂકવામાં આવી હતી જેમશરતોને આધીન જામીન મંજૂર કરવામાં આવેલ છે

વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને ૬ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ દ્વારા આ ગુનામાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ હતા ત્યારે બાદ વાંકાનેરના યુવા એડવોકેટ અને વાંકાનેર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ.પરમાર મારફતે જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં વકીલે કરેલ દલીલો અને સુપ્રીમ કોર્ટને લગતા વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે રેગ્યુલર જામીન અરજી મંજુર કરેલી છે અને આરોપીઓને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરેલ છે






Latest News