મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતી પરિણીતાએ ઘરમાં કોઈ કારણોસર અંતિમ પગલું ભર્યું


SHARE









મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતી પરિણીતાએ ઘરમાં કોઈ કારણોસર અંતિમ પગલું ભર્યું

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં રહેતી મહિલા કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ઝેરી દવાના ટીકડા ખાઈ ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ખાનગી હોસ્પિટલે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રહેતા લતાબેન નિલેશભાઈ આદ્રોજા (૩૫) નામના મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવાના ટીકડા ખાઈ ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયુ હોતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

આધેડનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા અરુણકુમાર ગંગારામભાઈ જ્યોતિકર (૫૩) નામના આધેડને પોતે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે




Latest News